છત્તીસગઢમાં શુક્રવારે (4 ઑક્ટોબર) સૌથી મોટું એન્ટી નક્સલી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ 31 નક્સલીઓને ઠાર કર્યા હોવાનું સામે આવ્યું છે. આ આંકડો વધી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે, પરંતુ હમણાં સુધીમાં 31 નક્સલીઓના મૃતદેહો મળી આવ્યા હોવાની પુષ્ટિ થઈ છે.
છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિરીક્ષક (બસ્તર રેન્જ) સુંદરરાજ પીએ આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, શનિવારે સવારે જંગલોમાંથી વધુ ત્રણ નક્સલીઓના મૃતદેહો મળી આવ્યા છે. આ સાથે જ અથડામણમાં માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા 31 થઈ ગઈ છે.
VIDEO | Chhattisgarh: Security forces recovered a huge cache of explosives and other materials following an encounter in Sukma district yesterday.
— Press Trust of India (@PTI_News) October 4, 2024
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/6F1xkBfIX0
PTIએ એક અધિકારના હવાલાથી કહ્યું છે કે, અથડામણ બાદ ઘટનાસ્થળેથી AK-47 રાઇફલ અને એક SLR (સેલ્ફ-લોડિંગ રાઇફલ) સહિત અનેક ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે. હાલ પણ સર્ચ ઓપરેશન ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.