ગુરુવારે (27 માર્ચ, 2025) જમ્મુ અને કાશ્મીરના કઠુઆના (Jammu and Kashmir Kathua) સુફાન વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ (Three terrorists killed) પાકિસ્તાની છે. આ એન્કાઉન્ટર દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસના ત્રણ જવાનોએ પણ પોતાના જીવનું બલિદાન આપ્યું.
એન્કાઉન્ટરમાં શહીદ થયેલા સૈનિકોમાં 1 હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. કેટલાક વધુ પોલીસકર્મીઓને ગોળી વાગી છે અને તેમની સારવાર ચાલી રહી છે. અહેવાલોમાં જણાવાયું છે કે આ આતંકવાદીઓ રવિવારે કઠુઆના સાન્યાલ ગામથી ભાગી ગયા હતા.
આ પછી, આ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા મોટી માત્રામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. ગુરુવારે મળેલી માહિતીના આધારે, સેના અને પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
અહીં હજુ કેટલાક વધુ આતંકવાદીઓ હાજર હોવાની શક્યતા છે.