ભાજપના એક વરિષ્ઠ નેતાએ બુધવારે જણાવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસની (Devendra Fadnavis) આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારનું (Maharashtra government) કેબિનેટ વિસ્તરણ (cabinet expansion ) 14 ડિસેમ્બર સુધીમાં થવાની સંભાવના છે.
ફડણવીસ બુધવારે દિલ્હી જવા રવાના થયા હતા. તેમની ઓફિસે જણાવ્યું હતું કે, આ એક સૌજન્ય મુલાકાત હતી. મુખ્ય પ્રધાન બન્યા પછીની દિલ્હીની આ પ્રથમ મુલાકાતમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પ્રમુખ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને મળશે.
Maharashtra cabinet expansion likely by December 14, @Dev_Fadnavis to meet PM in Delhihttps://t.co/9V9DgYeUa5
— The Telegraph (@ttindia) December 11, 2024
પીટીઆઈ સાથે વાત કરતા ભાજપના એક નેતાએ કહ્યું કે શિવસેનાને ગૃહ વિભાગ નહીં મળે અને મહેસૂલ વિભાગ પણ ફાળવવામાં આવે તેવી શક્યતા નથી.
થાણેમાં યોજાનારી બેઠક બાદ શિવસેનાને 12 મંત્રી પદ અને નાયબ મુખ્યમંત્રી પદ મળવાની સંભાવના છે. એકનાથ શિંદેએ ઘણા દિવસો સુધી મંત્રી પદ માટે દબાણ ઊભુ કર્યું હતું. આનાથી તેમને ફાયદો થતો જણાય છે. કારણ કે જાણવા મળ્યું છે કે શિંદે જૂથને 13 થી 14 મંત્રી પદ આપવામાં આવશે.
હવે શિવસેના સાથે વાતચીત બાદ દેવેન્દ્ર ફડણવીસ અજિત પવારની પાર્ટી NCP સાથે વાતચીત કરવા બેસશે. દિલ્હીમાં ભાજપ-રાષ્ટ્રવાદી કેબિનેટને લઈને ચર્ચાનો રાઉન્ડ થાય તેવી પણ શક્યતા છે. કેબિનેટ વિસ્તરણની તારીખ 14મી ડિસેમ્બરે લગભગ નક્કી છે. તેથી આગામી એક-બે દિવસમાં ખાતાની ફાળવણી અંગે પણ નિર્ણય લેવામાં આવશે તેવું કહેવાય છે.