29 માર્ચની રાત્રે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં (Beed district) આવેલી એક મસ્જિદની અંદર છૂપાવી રાખેલ જિલેટીન સ્ટિક્સમાં વિસ્ફોટ થયો હતો. આ મામલે 2 આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે હવે સામે આવેલ અહેવાલ અનુસાર આ ઘટનાની તપાસ મહારાષ્ટ્ર ATS (Maharashtra ATS) કરશે.
ન્યુઝ 18ના અહેવાલ અનુસાર આ મામલે 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમની ઓળખ વિજય રામ ગવ્હાણે અને શ્રીરામ અશોક સાગડે તરીકે કરવામાં આવી હતી. અ આ ઘટનાની તપાસ હવે મહારાષ્ટ્ર ATSને સોંપવામાં આવી છે.
ATSએ ધરપકડ કરાયેલા શંકાસ્પદોની પૂછપરછ કરી હતી. એ તપાસમાં પણ પૂછપરછ ચાલુ છે કે આ કોઈ આતંકવાદી હુમલો કે વિસ્ફોટ કોઈ વ્યક્તિગત વિવાદનું પરિણામ હતું. તપાસના ભાગ રૂપે, અધિકારીઓ શંકાસ્પદોનું બેકગ્રાઉન્ડ તપાસી રહ્યા છે, જેમાં તેમની બેંક વિગતો અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા છે.