Friday, December 6, 2024
More

    મહારાષ્ટ્રમાં મહાવિજય તરફ મહાયુતિ: પ્રારંભિક વલણોમાં 186 બેઠકો પર લીડ, ભાજપની સીટ 100 પાર; મહાવિકાસ આઘાડીની ત્રણ પાર્ટીઓ મળીને 50ની અંદર

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળું ગઠબંધન મહાયુતિ જંગી જીત તરફ આગળ વધતું દેખાય રહ્યું છે. શરૂઆતનાં વલણો અનુસાર, મહાયુતિ 171 બેઠકો પર આગળ છે. જ્યારે મહાવિકાસ આઘાડીને (કોંગ્રેસ ગઠબંધન) માત્ર 47 બેઠકો પર લીડ મળી રહી છે. 

    સવારે 10 વાગ્યાની સ્થિતિ અનુસાર, ભાજપ 100 બેઠકો પર આગળ છે. શિવસેના (એકનાથ શિંદે) 53 બેઠકો ઉપર અને NCPને (અજિત પવાર) 33 બેઠકો પર લીડ મળી રહી છે. ત્રણેય પાર્ટીઓનો સરવાળો કરવામાં આવે તો ગઠબંધન 186 બેઠકો પર આગળ છે. જ્યારે બહુમતી માટે 145 બેઠકો જરૂરી છે. 

    બીજી તરફ, શિવસેના (ઉદ્ધવ) 19 બેઠકો પર, કોંગ્રેસ 17 બેઠકો પર પર NCP (શરદ પવાર) 11 બેઠકો પર આગળ છે. સરવાળો 47 થાય છે. જે આંકડો બહુમતથી ઘણો દૂર છે. 

    જોકે, આ શરૂઆતનાં વલણ છે, પરંતુ જે રીતે મહાયુતિની ગાડી આગળ જઈ રહી છે તેને જોતાં હવે બહુ મોટો ઉલટફેર થવો અત્યંત કઠિન છે. હાલ બંને વચ્ચે 139 બેઠકોનું અંતર છે, જે મહાવિકાસ આઘાડી કાપી શકે તેમ જણાય રહ્યું નથી.