Tuesday, March 18, 2025
More

    ફેસબુક-ઈન્સ્ટા પર ફોલોઅર્સ લાખોમાં, મત મળ્યા ગણીને 155: ‘એક્ટર’ એજાઝ ખાનને મહારાષ્ટ્ર ચૂંટણીમાં NOTA જેટલા વૉટ મેળવવાનાં પણ ફાંફાં

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો (Maharashtra Assembly Election Results) જાહેર થઈ રહ્યા છે. જોકે, હવે મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિની સરકાર બનવી નક્કી છે. અહીંની વર્સોવા (Varsova) વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો શિવસેના (UBT) ઉમેદવાર હારુન ખાનની જીત થઈ છે અને ભાજપના ઉમેદવાર ભારતી લવેકરની હાર થઈ છે. જોકે, જીતની લીડ ખૂબ ઓછી આવી છે, પરંતુ એક ઉમેદવારને લઈને તે બેઠક ચર્ચાનો વિષય બની છે.

    વર્સોવા બેઠક પરથી નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટીના (કાંશીરામ) ઉમેદવાર તરીકે બિગ બોસના એક્સ કંટેસ્ટેન્ટ, એક્ટર અને પોતાને મુંબઈના ભાઈજાન ગણાવતા એજાઝ ખાન (Ajaz Khan) મેદાને ઉતર્યા હતા. તેઓ ચર્ચાનો વિષય બની રહ્યા છે, કારણ કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાખો ફોલોઅર્સ છે અને મત 200 કરતા પણ ઓછા મળ્યા છે.

    ચૂંટણી પરિણામ- (ફોટો- ઇલેક્શન કમિશન)

    તેમના ઈન્સ્ટાગ્રામ પર 5.6 મિલિયનથી વધુ અને ફેસબુક પર 4.1 મિલિયન ફોલોઅર્સ છે. પરંતુ 18 રાઉન્ડની મતગણતરી બાદ તેમને માત્ર 155 મત મળ્યા છે. આ આંકડો NOTA કરતાં પણ ઘણો ઓછો છે. NOTAને પણ કુલ 1298 મતો મળી ચૂક્યા છે. નોંધવા જેવું છે કે, આ જ એજાઝ ખાને યુ-ટ્યુબર કેરી મિનાટીને રોસ્ટ કરવાને લઈને માફી મંગાવી હતી.