Friday, March 14, 2025
More

    મહારાષ્ટ્ર, ઝારખંડની ચૂંટણીઓ જાહેર, 23 નવેમ્બરે પરિણામ: ઝારખંડમાં બે, મહારાષ્ટ્રમાં એક તબક્કામાં થશે મતદાન 

    કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જે અનુસાર, મહારાષ્ટ્રમાં એક તબક્કામાં અને ઝારખંડમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 

    મહારાષ્ટ્રમાં આગામી 20 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી યોજાશે. 

    ઝારખંડમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરના રોજ અને બીજા તબક્કામાં 20 નવેમ્બરના રોજ મતદાન થશે. 

    બંને રાજ્યોમાં આગામી 23 નવેમ્બરના રોજ પરિણામો ઘોષિત થશે.