Thursday, December 5, 2024
More

    વિધાનસભા ચૂંટણી પરિણામ: શરૂઆતનાં પરિણામોમાં મહારાષ્ટ્રમાં મહાયુતિ આગળ, ઝારખંડમાં કાંટાની ટક્કર

    મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ રહ્યાં છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી અને શરૂઆતનાં વલણો સામે આવી રહ્યાં છે. તે અનુસાર, મહારાષ્ટ્રમાં મહાયુતિ (ભાજપ ગઠબંધન)ને બઢત મળતી જોવા મળી રહી છે. જ્યારે ઝારખંડમાં કાંટાની ટક્કર છે. 

    મહારાષ્ટ્ર 

    મહારાષ્ટ્રમાં શરૂઆતનાં પરિણામોમાં મહાયુતિને જબરદસ્ત બઢત મળતી જોવા મળી રહી છે. ઘણી ચેનલોમાં બેઠકો 100 પાર પહોંચતી જોવા મળી રહી છે, તો કોંગ્રેસ ગઠબંધન (મહાવિકાસ આઘાડી) ઘણું પાછળ છે. 

    મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે અને જીત માટે 145નો આંકડો પાર કરવો જરૂરી છે. હાલ અહીં મહાયુતિ આગળ છે. 

    ઝારખંડ 

    ઝારખંડમાં NDA અને INDI ગઠબંધન વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. બંનેની બેઠકો સાથે-સાથે આગળ-પાછળ થઈ રહી છે. છતાં અમુક બેઠકોથી NDA આગળ છે. 

    અહીં કુલ 81માંથી જીત માટે 41 બેઠકો જરૂરી છે. ચૂંટણીમાં હેમંત સોરેનની ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ સાથે મળીને લડી રહ્યાં છે. જ્યારે ભાજપનું પણ નાની-મોટી પાર્ટીઓ સાથે ગઠબંધન છે.