પ્રશાસને કરેલ મુખ્ય પાંચ બદલાવ
- સમગ્ર મેળા વિસ્તારને નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. 4 ફેબ્રુઆરી સુધી, બધા શ્રદ્ધાળુઓએ ગંગાનદીના સંગમ ઘાટ પર પગપાળા પહોંચવાનું રહેશે. નજીકના જિલ્લાઓમાંથી આવતી બસો રદ્દ કરવામાં આવી છે.
- મેળા-ક્ષેત્રને વન-વે બનાવી દેવામાં આવ્યો છે એટલે કે એન્ટ્રી અને એક્ઝિટ બંને અલગ અલગ રસ્તેથી હશે.
- મેળા પર ડ્રોન તેમજ હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને કેમેરાના માધ્યમથી નજર રાખવામાં આવી રહી છે. સંગમ ઘાટ સહિત સમગ્ર મેળા પરિસરને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. લાઉડ સ્પીકર્સ દ્વારા દિશા નિર્દેશો આપવામાં આવી રહ્યા છે. ભક્તોને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે.
- બધા જ VVIP પાસ અને વાહન પ્રવેશ પાસ રદ્દ કરવામાં આવ્યા છે. 4 ફેબ્રુઆરી પછી નવા ઓર્ડર આપી શકાય છે. જોકે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનોને મંજૂરી આપવામાં આવી છે.
- ભીડ નિયંત્રણ માટે અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જ્યાં પણ ભક્તોની મોટી ભીડ હોય છે, ત્યાંથી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે.
આ સિવાય ભક્તોને પરત જવાની વ્યવસ્થા અંતર્ગત વિવિધ સ્ટેશનોથી 360 વિશેષ ટ્રેનો દોડશે.