Monday, July 7, 2025
More

    ફરી એક વખત મહાકુંભ નગર બન્યો વિશ્વનો સૌથી મોટો જિલ્લો: 4.5 કરોડથી વધુની જનસંખ્યા, માત્ર એક દિવસમાં 3.9 કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું અમૃત સ્નાન

    પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ (Prayagraj Mahakumbh- 2025) માટે જે જિલ્લો બનાવવામાં આવ્યો છે, તેણે ફરી એક રેકોર્ડ તોડી દીધો હતો. મહાકુંભ નગર ફરી એક વખત વિશ્વનો સૌથી મોટો જિલ્લો બની ચૂક્યો છે. 28 જાન્યુઆરીના રોજ લગભગ 4 કરોડ લોકો આ વિસ્તારમાં હાજર હતા.

    નોંધનીય છે કે, આંકડાઓ અનુસાર મંગળવાર 28 જાન્યુઆરીએ પ્રયાગરાજની સંખ્યા 4 કરોડને પાર પહોંચી ગઈ હતી. હમણાં સુધી પ્રયાગરાજમાં લગભગ 3.90 કરોડ શ્રધાળુઓ સ્નાન કરી ચૂક્યા છે તેમાં પ્રયાગરાજની 70 લાખની વસ્તી ઉમેરવામાં આવે તો આંકડો 4.5 કરોડની પાર પહોંચી ગયો છે.

    આ પહેલાં મકરસંક્રાંતિના દિવસે લગભગ 4.2 કરોડ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું હતું. આ સંખ્યાની સાથે જ મહાકુંભ નગર વિશ્વનો સૌથી મોટો જિલ્લો બની ગયો હતો. ત્યારે ફરી એકવાર હાકુંભ નગર પોતાનો જ રેકોર્ડ તોડીને વિશ્વનો સૌથી મોટો જિલ્લો બની ગયો છે.

    નોંધનીય છે કે, સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં પ્રથમ સ્થાન જાપાનના ટોક્યોનું 3.74 કરોડની વસ્તી સાથે હતું. ત્યારપછી ક્રમશ: દિલ્હી 2.93 કરોડ, શાંઘાઈ 2.63 કરોડ, સાઓ પાઉલો 2. 18 કરોડ અને મેક્સિકો સીટી 2.16 કરોડનો સમાવેશ થાય છે.