Monday, February 3, 2025
More

    મહાકુંભમાં વસંત પંચમીના ત્રીજા અમૃત સ્નાન નિમિત્તે કરોડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા: અખાડાઓ પર હેલિકોપ્ટરથી કરાઈ પુષ્પવર્ષા  

    પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં (Prayagraj MahaKumbh) આજે ત્રીજું અમૃત સ્નાન (Amrit Snan) ચાલી રહ્યું છે. ત્યારે વસંત પંચમીના અમૃત સ્નાન દરમિયાન બપોરે 12 વાગ્યા સુધી લગભગ 1.25 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી લીધી છે. અખાડાઓની (Akhada) સાથે, ત્રિવેણી સંગમમાં ભક્તોનું પવિત્ર સ્નાન પણ થઈ રહ્યું છે. જેમની પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે આજના દિવસમાં જ લગભગ 5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકુંભના સંગમમાં ડૂબકી લગાવશે. તથા 3 ફેબ્રુઆરી સુધીમાં લગભગ 34.97 કર્રોડ લોકો કુંભમાં સ્નાન કરી ચૂક્યા છે. ત્યારે CM યોગી આદિત્યનાથ સવારે 3.30 વાગ્યાથી વસંતપંચમીના અમૃત સ્નાન અંગે સતત અપડેટ્સ લઈ રહ્યા છે.

    ત્યારે દરેક અખાડાના સાધુ સંતોને સ્નાન કરવા માટે 40-40 મિનીટ ફાળવવામાં આવી હતી. સૌ પ્રથમ પંચાયતી નિરંજની અખાડાના સંતો સંગમ પહોંચ્યા હતા. ત્યારબાદ કિન્નર અખાડા અને સૌથી મોટા એવા જુના અખાડાના સંતોએ અમૃત સ્નાન કર્યું હતું. અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં 13માંથી 10 અખાડાઓ સ્નાન કરી ચૂક્યા છે.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે 30થી વધુ દેશોના લોકો મહાકુંભની મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યારે આ બધા ભક્તો તથા સંતો પર હેલિકોપ્ટરના માધ્યમથી 20 ક્વિન્ટલ ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.