Monday, March 10, 2025
More

    મહાકુંભમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ, સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં: સીએમ યોગી સ્વયં પહોંચ્યા ઘટનાસ્થળે

    પ્રયાગરાજના (Prayagraj) મહાકુંભ (Mahakumbh) ક્ષેત્રના સેક્ટર 19માં આગ (Fire) લાગવાના સમાચાર સામે આવ્યા બાદ હવે જાણવા મળી રહ્યું છે કે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી અને તાત્કાલિક આગ પર કાબૂ મેળવીને અઘટિત ઘટના બનતા અટકાવી હતી.

    આ સાથે જ આગના સમાચાર સામે આવ્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સંજ્ઞાન લીધું હતું. મુખ્યમંત્રીના નિર્દેશો પર એક વરિષ્ઠ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને સ્થિતિની માહિતી મેળવી હતી. જે બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્વયં ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું.

    પ્રયાગરાજના DM રવીન્દ્ર કુમારે આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, રવિવારે (19 જાન્યુઆરી) લગભગ 4:30 કલાકે કુંભ ક્ષેત્રના સેક્ટર 19માં આગ લાગવાના સમાચાર મળ્યા હતા. ગીતાપ્રેસમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી અને ગીતાપ્રેસની સાથે પ્રયાગના 10 ટેન્ટમાં પણ આગ લાગી હતી.

    તેમણે વધુમાં કહ્યું કે, ફાયર ટીમ, પોલીસની ટીમ અને વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને સ્થિતિ સામાન્ય છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, કોઈપણ પ્રકારની જાનહાનિ પણ નોંધાઈ નથી.