CM યોગીએ કહ્યું હતું કે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ આ મામલે રિપોર્ટ લીધો છે. જે લોકો ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી છે તથા પ્રસાસન પણ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી રહ્યું હોવાની માહિતી આપી હતી.
सभी पूज्य संतों, श्रद्धालुओं, प्रदेश एवं देश वासियों से मेरी अपील है कि अफवाह पर कोई ध्यान न दें, संयम से काम लें, प्रशासन आप सभी की सेवा के लिए तत्परता से कार्य कर रहा है… pic.twitter.com/r3qAkveJoz
— Yogi Adityanath (@myogiadityanath) January 29, 2025
તેમણે કહ્યું હતું કે શ્રદ્ધાળુઓ શાંતિથી સ્નાન કરી શકે તે માટે મુખ્ય સચિવ, DGP, મુખ્ય મંત્રી કાર્યાલયના તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી. તેમણે કહ્યું હતું કે હાલમાં સમગ્ર પરિસ્થિતિ પ્રશાસનના કાબૂમાં છે.
CM યોગીએ શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે, ભક્તોએ મા ગંગાના જે ઘાટની નજીક છે ત્યાં જ સ્નાન કરે સંગમ તરફ જવાનો પ્રયાસ ન કરે. સ્નાન કરનારાઓ માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે, જ્યાં તેઓ સુવિધાજનક રીતે સ્નાન કરી શકે છે. તેમણે દરેકને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની તથા કોઈપણ પ્રકારની અફવાહો પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.