Monday, March 17, 2025
More

    મહાકુંભમાં વસંતપંચમીના રોજ ત્રીજું અમૃત સ્નાન થયું શરૂ: સંતોએ બ્રહ્મ મુર્હૂતમાં લગાવી ડૂબકી, CM યોગીએ કર્યું વ્યવસ્થાઓનું નિરીક્ષણ

    પ્રયાગરાજમાં ચાલી રહેલા અને 144 વર્ષ પછી આવેલ મહાકુંભમાં (Prayahraj Mahakumbh – 2025) સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે, જ્યાં લાખો ભક્તો સંગમના પવિત્ર પાણીમાં ડૂબકી લગાવવા દેશ-વિદેશથી આવી રહ્યા છે. ત્યારે આ વર્ષે મહાકુંભનું ત્રીજું અમૃત સ્નાન (Third Amrit Snan) 3 ફેબ્રુઆરી એટલે કે વસંતપંચમીના (Vasant Panchmi) રોજ શરૂ થયું.

    આમ તો મહાકુંભની શરૂઆતથી જ ભક્તો સંગમમાં ડૂબકી લગાવવા આવી રહ્યા છે પરંતુ સ્નાન કરવા માટે અમુક વિશેષ તિથિઓ નિર્ધારિત કરવામાં આવી હતી. જે અનુસાર આજે ત્રીજું અમૃત સ્નાન શરૂ થયું.

    ત્યારે ત્રીજા અમૃત સ્નાન માટેનું બ્રહ્મ મુર્હૂત 3 ફેબ્રુઆરી સવારે 5:23થી 6:12 સુધીનું હતું. આ દરમિયાન મહાકુંભમાં સ્નાન માટે આવેલ લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર પાણીમાં ડૂબકી લગાવી હતી. વિવિધ અખાડાઓના નાગા સાધુઓએ પણ સંગમ તટ પર પાણીમાં ડૂબકી લગાવી હતી. પ્રત્યેક અખાડાના સાધુઓને 40-40 મિનીટનો સમય આપવામાં આવ્યો હતો.

    મૌની અમાવસ્યાના અમૃત સ્નાન નિમિત્તે થયેલ નાસભાગને જોતા CM યોગીએ પોતે આ વખતેના અમૃત સ્નાન માટે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. અમૃત સ્નાન સુવ્યવસ્થિત રીતે સુનિશ્ચિત કરવા માટે વધારાના કર્મચારીઓ, તબીબી સ્ટાફ અને સંસાધનો તૈનાત કરવામાં આવ્યા હતા.