Tuesday, March 18, 2025
More

    વડોદરા હરણી બોટ દુર્ઘટનાના પીડિતો માટે વળતરનો મેજિસ્ટ્રેટે કર્યો હુકમ: 14 મૃતકોના પરિવારને ₹31,75,700 સુધી ચૂકવવા આદેશ

    ગત વર્ષે જાન્યુઆરીમાં વડોદરાના (Vadodara) હરણી તળાવમાં એક ગોઝારી બોટ દુર્ઘટના (Harni boat accident) થવા પામી હતી. આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકાઓના મોત થયા હતા. એક વર્ષ બાદ 7 ફેબ્રુઆરી 2025ના દિવસે હવે આ મૃતકાઓના પરિવાર માટે વળતરની જાહેરાત (compensation) કરવામાં આવી છે.

    અહેવાલો અનુસાર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે કે તમામ 12 મૃતક બાળકોના પરિવારોને ₹31,75,700 તથા બંને મૃતક શિક્ષકોને અનુક્રમે ₹11,21,900 અને ₹16,68,209 વળતર ચૂકવવામાં આવે.

    આ સિવાય તમામ ઘાયલોને ₹50,000 વળતર આપવાની પણ જાહેરાત કરાઈ છે. નક્કી કરાયેલ વળતરની રકમ પર જાહેર હિતની અરજી દાખલ તારીખ થયાથી લઈને ચૂકવણીના સ્મયગાળા માટે વાર્ષિક 9% વાયજ પણ ચુકવવાનો આદેશ કરાયો છે.