મધ્યપ્રદેશ સરકારે (Madhya Pradesh Government) વક્ફ બોર્ડની (Waqf Board) સંપત્તિઓનું ફિઝિકલ વેરિફીકેશન (Physical Verification) કરવાનો નિર્ણય લીધો છે. આ માટે CM મોહન યાદવની સરકારે દરેક જિલ્લાના કલેક્ટરને નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. તેઓને પાંચ દિવસમાં સમગ્ર ડિટેલ સરકારને આપવાનું કહેવામાં આવ્યું છે.
CM મોહન યાદવની સરકારે 15 બિંદુઓના આધારે મંગાવેલ ડિટેલમાં એ સંપત્તિઓની માહિતી પણ સામેલ છે જેના પર અતિક્રમણ કરેલું છે. તથા નિષ્ક્રાંત પ્રોપર્ટી એટલે કે વિભાજન પછી પાકિસ્તાન ગયેલા લોકોની મિલકતોની વિગતો પણ સામેલ છે.
#एमपी में वक्फ बोर्ड की संपत्ति से जुड़ी बड़ी खबर
— News18 MadhyaPradesh (@News18MP) January 28, 2025
वक्फ बोर्ड की संपत्तियों का होगा सत्यापन
संयुक्त संसदीय समिति के निर्देश का पालन
वक्फ संपत्तियों की 15 बिंदुओं पर होगी जांच#WaqfBoard #MadhyaPradesh pic.twitter.com/woZ9gvNreF
કલેક્ટરોને મહેસૂલ વિભાગની મદદથી પોર્ટલ પરની માહિતી અપડેટ કરવાની સૂચના આપવામાં આવી છે. આ માહિતી એકઠી થયા બાદ સરકાર પોતાનો અહેવાલ દિલ્હીમાં વક્ફ સુધારણા બિલ મામલે બનેલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલશે.
બીજી તરફ વક્ફ બોર્ડના ચેરમેન ડૉ. સનવર પટેલે કહ્યું હતું કે વક્ફ બોર્ડ સંબંધિત માહિતી દિલ્હી મોકલવામાં આવી છે. પરંતુ કબજો કરાયેલ અને અતિક્રમણ અંગેની માહિતી હજુ મોકલવાની બાકી છે જે સરવે પછી મોકલવામાં આવશે.
સરકારે કલેક્ટરો પાસેથી વક્ફ મિલકતના ટ્રાન્સફર તેના પરના અતિક્રમણ સાથે જ મિલકતના વિમુખીકરણ, ટ્રાન્સફર અને વેચાણ અંગેની માહિતી પણ માંગી છે. આ સિવાય નિષ્ક્રાંત મિલકતો, ભાડાપટ્ટે આપેલી મિલકત, ભાડે આપેલ મિલકત અને સરકારી જમીન સંબંધિત માહિતી પણ પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે. આ માટે, તાલુકા સ્તરે લૉગિન અને પાસવર્ડ પણ જારી કરવામાં આવી રહ્યા છે.