મધ્યપ્રદેશમાં બળજબરીથી ધર્માંતરણ કરાવનારાઓને ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવશે- મુખ્યમંત્રી મોહન યાદવે મહિલા દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે આ ઘોષણા કરી હતી.
તેમણે એક X પોસ્ટ મારફતે પણ આ બાબતની જાણકારી આપી.
बेटियों की रक्षा और स्वाभिमान के लिए समर्पित मध्यप्रदेश सरकार…
— Dr Mohan Yadav (@DrMohanYadav51) March 8, 2025
बेटियों के साथ दुराचार करने वालों को फांसी की सजा का प्रावधान पहले से ही लागू है।अब बेटियों का धर्मांतरण कराने वाले दोषियों के लिए भी मध्यप्रदेश सरकार सख्त कदम उठाएगी।
मध्यप्रदेश में जोर जबरदस्ती या बहला फुसलाकर… pic.twitter.com/kgyeC5pxRY
તેમણે જણાવ્યું કે, “દીકરીઓની રક્ષા અને સ્વાભિમાન માટે મધ્યપ્રદેશ સરકાર સમર્પિત છે. દીકરીઓ સાથે દુરાચાર કરનારાઓને ફાંસીની સજાની જોગવાઈ પહેલેથી જ લાગુ છે. હવે દીકરીઓનું ધર્માંતરણ કરાવનારાઓ વિરુદ્ધ પણ મધ્યપ્રદેશ સરકાર કડક પગલાં લેશે.”
તેમણે આગળ કહ્યું કે, “મધ્યપ્રદેશમાં બળજબરીથી કે ફોસલાવીને વિવાહ અને ધર્મપરિવર્તન કરાવનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ લાગુ છે. ધર્માંતરણ, દુરાચરણ જેવી કોઈ પણ ઘટનાને સરકાર સાંખી લેશે નહીં.”
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ દેશનાં એવાં રાજ્યો પૈકીનું એક છે, જ્યાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવામાં આવ્યો છે. કાયદા હેઠળ ઓળખ છુપાવીને પ્રેમજાળમાં ફસાવવા બદલ સજા થઈ શકે છે. ગુજરાતમાં પણ આવો કાયદો બનાવવામાં આવ્યો છે.