Sunday, June 22, 2025
More

    અમેરિકા જઈને ભગવાન રામને ગણાવ્યા હતા કાલ્પનિક, હવે રાહુલ ગાંધી વિરુદ્ધ વારાણસીની કોર્ટમાં ફોજદારી ફરિયાદ: 19 મેના રોજ સુનાવણી

    સોમવારે (12 મે, 2025) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ભગવાન રામને ‘કાલ્પનિક’ ગણાવવાના તેમના કથિત નિવેદન બદલ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વારાણસીની ACJM (MP/MLA) કોર્ટમાં એડવોકેટ હરિશંકર પાંડે દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

    ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, એપ્રિલ 2025માં અમેરિકામાં એક ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ ભગવાન રામને ‘કાલ્પનિક’ પાત્ર ગણાવ્યા હતા, જેનાથી હિંદુ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. એડવોકેટ પાંડેએ આ ઘટનાને જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય ગણાવ્યું છે.

    ફરિયાદીએ કોર્ટને રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.

    કોર્ટે કેસની સુનાવણી માટે 19 મે, 2025ની તારીખ નક્કી કરી છે. રાહુલ ગાંધીના આ નિવેદન સામે ઘણા હિંદુ સંગઠનોએ અગાઉ વાંધો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, તેનાથી ધાર્મિક લાગણીઓ દુભાય છે.