Tuesday, July 15, 2025
More

    નગરયાત્રા પહેલાં ભગવાને ધારણ કર્યાં સોનાનાં આભૂષણ, સોનવેશ દર્શન કરવા ઉમટી પડ્યા ભક્તો: કાશી, મથુરાથી સંતોનું અમદાવાદ આગમન, કાલે નીકળશે રથયાત્રા

    શુક્રવાર, 27 જૂનના રોજ અમદાવાદ (Ahmedabad) ખાતે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને (Lord Jagannath Rath Yatra) હવે માત્ર એક દિવસ બાકી છે, ત્યારે ભગવાનની નગરયાત્રા નીકળે એ પહેલા ભગવાનની વિવિધ પ્રકારે પૂજા-વિધિ થઇ રહી છે. 25 જૂનના રોજ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. નેત્રોત્સવ વિધિની સાથે ગજરાજ પૂજન પણ કરાવવામાં આવ્યું હતું.

    ત્યારે આજે 26 જૂનના રોજ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને સોનાના વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. પરંપરા મુજબ દર વર્ષે એકવાર ભગવાન સોનાવેશમાં ભક્તોને દર્શન આપે છે. આ સોનાવેશની પૂજા-વિધિ માટે કાશી, મથુરા અને વૃંદાવનથી વિશેષ સંતોનું આગમન થયું હતું. ભગવાનના સોનાવેશમાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, 27 જૂને યોજાનાર આ ભવ્ય રથયાત્રામાં 101 ટ્રક, 18 હાથી, 30 અખાડા અને 30 જેટલી ભજન મંડળીઓ પણ સામેલ થશે. આ ઉપરાંત રથયાત્રાની સુરક્ષામાં 20 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે ઉભા રહેશે. સુરક્ષા માટે સીસીટીવી, ડ્રોન કેમેરા અને અને એન્ટી-ડ્રોન સીસ્ટમ જેવા આધુનિક ઉપકરણો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે.