Wednesday, December 4, 2024
More

    સંસદનું સત્ર બદલાયું, પણ વિપક્ષોની ઉત્પાત મચાવવાની આદત ન ગઈ: ગૃહમાં ફરી હોબાળો, કાર્યવાહી સ્થગિત

    સંસદનું શિયાળુ સત્ર હાલ ચાલી રહ્યું છે, પરંતુ આ વખતે પણ હોબાળો મચાવવાનો, ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવાનો, નારાબાજી કરવાનો સિલસિલો વિપક્ષી સાંસદોએ ચાલુ જ રાખ્યો છે. જેના કારણે ગુરુવારે (28 નવેમ્બર) ફરીથી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી. 

    ભૂતકાળમાં પણ અનેક વખત બની ચૂક્યું છે કે વિપક્ષી સાંસદોએ ગુંડાગીરી કરીને ગૃહમાં હોબાળો મચાવ્યો હોય અને ગૃહની કાર્યવાહી સ્થગિત થઈ ગઈ હોય. દર સત્રમાં કોઈને કોઈ મુદ્દો ઉપાડીને વિપક્ષ એક જ કામ કરે છે, ગૃહની કાર્યવાહીમાં વિલંબ કરવાનું. બીજી તરફ, સરકાર કાયમ બૂમો પાડતી રહે છે કે તેઓ ચર્ચા માટે તૈયાર છે, પણ વિપક્ષો સાંભળતા નથી. 

    ગુરુવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ હોબાળો શરૂ કરી દીધો હતો અને નારાબાજી પણ ચાલુ કરી હતી. જેના કારણે અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને શરૂઆતમાં વિનંતી કરી જોઈ, પણ કોઈ ફેર ન પડતાં કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. 

    લોકસભાની કાર્યવાહી ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.