હિમાચલ પ્રદેશના ચર્ચિત ગુડિયા રેપ-મર્ડર કેસમાં પોલીસ કસ્ટડીમાં આરોપીની હત્યાના ગુનામાં IG ઝહૂર ઝૈદી સહિત 8 પોલીસકર્મીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ચંડીગઢની CBI કોર્ટે ચુકાદો આપતાઆ 18 જાન્યુઆરી, 2025ના રોજ આ તમામ પોલીસકર્મીઓને દોષિત જાહેર કર્યા હતા.
CBI કોર્ટે તમામ દોષિતો પર એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 27 જાન્યુઆરીના રોજ કોર્ટે તમામ દોષિતોની અપીલ સાંભળ્યા બાદ સાંજે 4 વાગ્યા પછી છુયકડો સંભળાવ્યો છે. દોષિત પોલીસ અધિકારીઓમાં IG ઝહૂર ઝૈદી, DSP મનોજ જોશી, SI રજીન્દર સિંઘ, ASI દીપચંદ શર્મા, હેડ કોન્સ્ટેબલ મોહનલાલ અને સુરત સિંઘ, હેડ કોન્સ્ટેબલ રફી મોહમ્મદ અને કોન્સ્ટેબલ રાનિતનો સમાવેશ થાય છે.
કેસની વિગતો જોઈએ તો ગુડિયા રેપ-મર્ડર કેસ મામલે ઉપરોક્ત અધિકારીઓએ શંકાના આધારે એક નેપાળી યુવકની ધરપકડ કરી હતી અને કસ્ટડીમાં રાખી તેની સાથે મારપીટ કરી હતી. જેના કારણે યુવક મૃત્યુ પામ્યો હતો. જે બાદ તમામ પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુના દાખલ થયા હતા અને હવે તે કેસમાં તેમને સજા આપવામાં આવી છે.