જમ્મુ-કાશ્મીરમાં LoC નજીક LED બ્લાસ્ટ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, આ બ્લાસ્ટના કારણે સેનાના બે જવાનો વીરગતિ પામ્યા છે. આ સાથે જ એક જવાન ઘાયલ હોવાનું સામે આવી રહ્યું છે. હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળોએ તપાસ હાથ ધરી છે અને સર્ચ ઓપરેશન સતત ચાલુ છે.
આ ઘટના જમ્મુ જિલ્લાના અનખૂર સેક્ટરમાં LoC નજીક લાલોની વિસ્તારમાં બનવા પામી હતી. માહિતી અનુસાર, મંગળવારે (11 ફેબ્રુઆરી) બપોરે લગભગ 3:50 કલાકે ભટ્ટલ વિસ્તારમાં સેનાના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે વિસ્ફોટ થયો હતો. હાલ આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
નોંધવા જેવું છે કે, આ પહેલાં 14 જાન્યુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં LoC નજીક લેન્ડમાઈન વિસ્ફોટમાં ગોરખા રાઈફલ્સના 6 સૈનિકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ ભવાની સેક્ટરના માકરી વિસ્તારમાં થયો હતો.