મધ્ય પ્રદેશના ભોપાલની મુસ્લિમ ગેંગને કોર્ટ પરિસરમાં જ માર મારવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, વકીલોએ આરોપીઓને મેથીપાક આપ્યો છે. આરોપીઓને ભગવા રંગના ગમછા સાથે કોર્ટમાં આવતા જોઈને વકીલો ભડકી ઉઠયા હતા અને આરોપીઓને માર મારવા લાગ્યા હતા.
પોલીસ આરોપીઓને લઈને કોર્ટ રૂમ પહોંચી તો વકીલોએ નારા લગાવવાના શરૂ કરી દીધા હતા. દરમિયાન બે આરોપીઓને વકીલોએ પકડી લીધા હતા અને તેમને માર મારવાનો શરૂ કરી દીધો હતો. મારપીટ સમયે આરોપીઓને કપડાં પણ ફાટી ગયા હતા. ઘટનાને લઈને પોલીસે હસ્તક્ષેપ કરીને આરોપીઓને બચાવી લીધા હતા.
પોલીસે આરોપી ફરહાન, અલી અને સાહિલને વકીલોની મારપીટથી બચાવ્યા હતા અને ત્યારબાદ પોલીસ સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. બાદમાં આરોપીઓને ભારે સુરક્ષા વચ્ચે કોર્ટ રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમ છતાં વકીલોએ ફરહાન ખાન અને અલી ખાનને મેથીપાક આપી દીધો હતો.