Sunday, March 23, 2025
More

    પાકિસ્તાનમાં લશ્કરના ટોપ કમાન્ડર આતંકી મૌલાના કાશિફ અલીની હત્યા: ‘અજાણ્યા બંદૂકધારીઓ’એ ગોળીઓ ધરબી હોવાના અહેવાલ

    પાકિસ્તાનમાં લશ્કરના ટોપ કમાન્ડર આતંકી મૌલાના કાશિફ અલીની હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, અજાણ્યા બંદૂકધારીઓએ બાઇક પર આવીને કાશિફને તેના ઘરની બહાર જ ગોળીએ ધરબીને પતાવી દીધો છે. જોકે, પાકિસ્તાન તરફથી હજુ સુધી આ ઘટનાની કોઈ આધિકારિક પુષ્ટિ થઈ નથી.

    કુખ્યાત આતંકી કાશિફ લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર અને રાજકીય પાંખનો વડો હતો. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં તેના ઘર બહાર જ તેની હત્યા કરવામાં આવી છે. આતંકી કાશિફ યુવાનોનું બ્રેનવોશ કરીને તેને આતંકી બનાવતો હતો. તે ઘણી મસ્જિદો અને મદરેસાનો ઇન્ચાર્જ પણ હતો. આ સાથે જ તે આતંકી ટ્રેનિંગ સેન્ટરમાં જેહાદી લેકચર પણ આપતો રહ્યો હતો.

    નોંધવા જેવું છે કે, ગયા મહિને પણ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં બેનાં મોત અકસ્માતમાં થયાં હતાં. જોકે, મોટાભાગના આતંકીઓને કોઈ ‘અજાણ્યા બંદૂકધારીઓ’ મારીને ફરાર થઈ જાય છે. કાશિફના કેસમાં પણ એવું જ થયું છે.