Monday, February 24, 2025
More

    કોંગ્રેસી સેમ પિત્રોડા વિરુદ્ધ ‘Land Loot’ની ફરિયાદ: કર્ણાટકમાં ₹150 કરોડની સરકારી જમીન પચાવી પાડ્યાનો આરોપ

    કાયમ વિવાદિત નિવેદનો આપીને ચર્ચામાં રહેતા રાહુલ ગાંધીના ‘અંકલ’ સેમ પિત્રોડા હવે નવી સમસ્યામાં ફસાયા છે. જાણવા મળી રહ્યું છે કે, તેમના વિરુદ્ધ જમીન લૂંટનો આરોપ સામે આવ્યો છે. ભાજપના એક નેતાએ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને આરોપ લગાવ્યો છે કે, પિત્રોડાએ ગેરકાયદેસર રીતે કરોડોની જમીન પર કબજો કરી લીધો છે.

    માહિતી અનુસાર, ભાજપના નેતા એન. રમેશે લોકાયુક્ત અને EDમાં ફરિયાદ દાખલ કરી છે અને આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના સેમ પિત્રોડાએ કર્ણાટકમાં ₹150 કરોડની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે. વધુમાં એવો આરોપ પણ છે કે, તે જમીન રાજ્યના વન વિભાગ હેઠળ આવે છે.

    નોંધવા જેવું છે કે, આ પહેલાં પણ સેમ પિત્રોડા અનેક વિવાદોમાં ફસાયા હતા. તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે, ‘ચીન આપણો શત્રુ નથી, તેને શત્રુ ન સમજવો જોઈએ.’ તે પહેલાં દેશમાં રંગભેદને લઈને પણ વિવાદ ઊભો કર્યો હતો. જોકે, કોંગ્રેસ પણ તેમના નિવેદનોને લઈને હાથ અધ્ધર કરી નાખે છે. ત્યારે હવે નવા આરોપો મામલે પણ તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.