દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) અને અન્ય લોકોને લેન્ડ ફોર જોબ કૌભાંડ (Job for Land Scam) મામલે સમન્સ (Summons) જારી કર્યા છે. આ કેસની તપાસ ભારતની કેન્દ્રીય એજન્સી CBI કરી રહી છે. આ મામલામાં લાલુ પ્રસાદ યાદવ સહિત 78 લોકો આરોપી છે.
નોંધનીય છે કે લેન્ડ ફોર જોબ કૌભાંડના કુલ 78 આરોપીઓમાંથી 30 સરકારી કર્મચારીઓ છે. કોર્ટે આ કેસમાં હેમા અને તેજ પ્રતાપ યાદવને પણ સમન્સ જારી કર્યા છે. કોર્ટે કહ્યું છે કે સમન્સ મુજબ, આ બધા લોકોએ 11 માર્ચે હાજર રહેવું પડશે.
Land for jobs scam: Lalu Prasad Yadav, Tejashwi and others summoned by Delhi's Rouse Avenue Court #ITVideo #LaluPrasadYadav #TejashwiYadav #Delhi | @SrishtiOjha11 @snehamordani pic.twitter.com/zVHi44Dtwx
— IndiaToday (@IndiaToday) February 25, 2025
આ સમગ્ર મામલો રેલવેના પશ્ચિમ મધ્ય ઝોનમાં, ખાસ કરીને મધ્યપ્રદેશના જબલપુરમાં ગ્રુપ ડી કર્મચારીઓની નિમણૂક સાથે સંબંધિત છે. એવા આરોપો છે કે નોકરીના બદલામાં, આ ઉમેદવારોએ લાલુ પ્રસાદ યાદવના પરિવાર અને તેમના સહયોગીઓના નામે જમીન ટ્રાન્સફર કરી હતી.
CBIએ મે 2022માં આ કેસ નોંધ્યો હતો. ત્યારબાદ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની, બે છોકરીઓ અને અનેક અજાણ્યા સરકારી અધિકારીઓને તેમાં આરોપી બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે કોર્ટે CBIની ફાઈનલ ચાર્જશીટની નોંધ લઈને આરોપીઓને સમન્સ જારી કર્યા છે.