પાકિસ્તાનના લાહોર (Lahore) શહેરને વિશ્વનું સૌથી પ્રદૂષિત (Pollution) શહેર ઘોષિત કરવામાં આવ્યું છે, જેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 394 જેટલો છે.
ઉલ્લેખનીય છે કે AQIએ હવાની શુદ્ધતા માપવા માટેનો માપદંડ છે. 100થી વધુ AQIએ સ્વાસ્થ્ય માટે જોખમી ગણાય છે અને 150 ઉપર જાય એટલે અત્યંત જોખમી ગણવામાં આવે છે.
આ પ્રદૂષણના કારણે શહેરના લોકોમાં કફ, શ્વાસમાં તકલીફ, આંખમાં બળતરા અને સ્કીન ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ વધી ગઈ હોવાનું પણ નોંધવામાં આવ્યું છે.
ઉદ્યોગો અને ખેતીલાયક પાકના અવશેષો મોટા પ્રમાણમાં સળગાવવામાં આવતા હોવાના કારણે પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. આ બાબતની નોંધ સ્થાનિક પંજાબ (પાક) સરકારે પણ લીધી છે અને ‘એન્ટી સમોગ સ્ક્વોડ’ બનાવવાનો નિર્ણય લીધો છે, જે ખેડૂતોને અન્ય વિકલ્પો વિશે સમજ આપશે.
બીજી તરફ, આર્ટિફિશિયલ રેઈનના વિકલ્પો પણ વિચારવામાં આવી રહ્યા છે. પંજાબના માહિતી મંત્રીએ જણાવ્યું હતું કે, “અમે આ મામલે અમુક પગલાં લેવાનું વિચાર્યું છે ને હવે શહેરમાં કુત્રિમ વરસાદ વરસાવવાનો પણ વિચાર કરી રહ્યા છીએ.”