Tuesday, June 17, 2025
More

    હેબિટેટ સ્ટુડિયોમાં હથોડા લઈને પહોંચી BMC ટીમ, જ્યાં કુણાલ કામરાએ આપ્યું હતું વિવાદિત નિવેદન: ગેરકાયદે બાંધકામ હશે તો થઈ જશે જમીનદોસ્ત

    કોમેડિયન કુણાલ કામરાએ (Kunal Kamra) મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદે (Eknath Shinde) અંગે કરેલી ટિપ્પણીના કારણે ભારે હોબાળો મચી ગયો છે. 23 માર્ચે જ શિવસેનાના કાર્યકરો કુણાલ કામરાના કાર્યક્રમનું જે સ્ટુડિયોમાં શૂટિંગ થયું હતું ત્યાં પહોંચ્યા હતા. હવે BMC ટીમ હથોડા લઈને મુંબઈના ખાર પોલીસ સ્ટેશન નજીકના હેબિટેટ  સ્ટુડિયોમાં પહોંચી ગઈ છે.

    BMCના અધિકારીઓ યુનિકોન્ટિનેન્ટલ સ્ટુડિયોમાં પહોંચ્યા છે. અહેવાલ અનુસાર જો સ્ટુડિયોમાં ગેરકાયદેસર બાંધકામ જોવા મળશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. BMCના જોઈન્ટ કમિશનર વિનાયક વિસપુતે પણ ઘટના સ્થળે હાજર છે.

    આ અંગે CM દેવેન્દ્ર ફડણવીસે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું તું કે, “મારું માનવું છે કે કોઈને પણ કોમેડી કરવાનો અને વ્યંગ કરવાનો અધિકાર છે. તમે અમારા પર ગમે તેટલો વ્યંગ કરી શકો છો, તેમાં કોઈને કોઈ દુઃખ થતું નથી. પરંતુ જો કોઈ જાણી જોઈને આવા મોટા નેતાઓનું અપમાન અને બદનામ કરે છે, તો મને લાગે છે કે તે સહન કરવામાં આવશે નહીં. તેની સામે જે પણ કાનૂની કાર્યવાહી કરવાની જરૂર પડશે તે કરવામાં આવશે.”