Wednesday, July 16, 2025
More

    ખ્યાતિ હોસ્પિટલ કેસમાં તંત્રની મોટી કાર્યવાહી: 5 સંચાલકો વિરુદ્ધ માનવવધ સહિતનો ગુનો કરાયો દાખલ

    અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલની (Khyati Hospital Case) બેજવાબદારીના કારણે થયેલ 2 મૃત્યુ બાદ હવે આ કેસ વધુને વધુ ચર્ચાતો જઈ રહ્યો છે. પોલીસ અને સરકારી તંત્ર પણ આ બાબતે હવે વધુ સતર્ક બની છે અને એક પછી એક પગલાંઓ લઈ રહી છે. તાજી જાણકારી મુજબ હોસ્પિટલના 5 સંચાલકો વિરુદ્ધ માનવવધ સહિતના ગુનાઓમાં FIR નોંધવામાં આવી છે.

    ડો. પ્રશાંત વજીરાણી, ડાયરેક્ટર ડો. કાર્તિક પટેલ, ડો. સંજય પાટોલિયા, રાજશ્રી કોઠારી, CEO ચિરાગ રાજપૂત સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (Vastrapur Police Station) આ ગુનો નોંધાયો છે. પોલીસ હાલ આ બાબતે વધુ તપાસ કરી રહી છે.

    નોંધનીય છે કે કડી તાલુકાના કણજરી ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો (Free Medical Camp). કેમ્પમાં 100 લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. 20 જેટલા દર્દીઓને સારવાર માટે બોલાવ્યા હતા. જેમાંથી કેટલાકની હૃદય સંબંધિત તકલીફને પગલે એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જે પછી કેટલાક દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાંથી 11 નવેમ્બરની રાત્રે 2 દર્દીઓના મોત થયા હતા.