રમતગમત જગતને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, વર્લ્ડ ચેસ ચેમ્પિયન ગુકેશ ડી (World Chess Champion Gukesh D), ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર મનુ ભાકર (Manu Bhaker), હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંઘ (Harmanpreet Singh) અને પેરલમ્પિક સ્વર્ણ પદક વિજેતા પ્રવીણ કુમાર (Praveen Kumar) સહિતના ખેલાડીઓને ‘ખેલ રત્ન પુરસ્કાર’ (Khel Ratna Award) આપવામાં આવશે. આ બાબતની જાણકારી મોદી સરકારને આધિકારિક મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.
Ministry of Youth Affairs and Sports announces the Khel Ratna Award for Olympic double medalist Manu Bhaker, Chess World Champion Gukesh D, Hockey team Captain Harmanpreet Singh, and Paralympic Gold medallist Praveen Kumar. pic.twitter.com/VD54E0EtEk
— ANI (@ANI) January 2, 2025
ભારત સરકારના યુવા કાર્યક્રમ તેમજ રમતગમત મંત્રાલય દ્વારા આ તમામ ખેલાડીઓને ખેલ રત્ન પુરસ્કાર આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ અર્જુન એવોર્ડથી નવાજવામાં આવશે. તે ઉપરાંત દ્રોણાચાર્ય પુરસ્કાર, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફીની પણ જાહેરાત કરવામાં આવી છે.
નોંધવા જેવું છે કે, વિવિધ સમિતિની ભલામણોના આધારે યોગ્ય તપાસ બાદ સરકાર દ્વારા ખેલાડીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. હવે 17 જાન્યુઆરી, 2025ના રોજ સવારે 11 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં આ તમામ ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ પુરસ્કારો એનાયત કરવામાં આવશે.