Monday, March 17, 2025
More

    14 વર્ષના વિદ્યાર્થીને સ્કૂલમાં ટોયલેટ સીટ ચાટવા કરાયો મજબૂર, 26મા માળેથી કૂદીને કરી આત્મહત્યા: કેરળની ઘટના, દાવો-રેગિંગથી હતો પરેશાન, SIT તપાસ કરશે

    કેરળની એક શાળામાં 14 વર્ષના વિદ્યાર્થીએ રેગિંગથી (Kerala Student ragging) કંટાળીને આત્મહત્યા (suicide) કરી લીધી છે. વિદ્યાર્થીનું નામ મિહિર અહેમદ હતું. તેની માતાએ દાવો કર્યો હતો કે તેને શાળામાં હેરાન કરવામાં આવતો હતો. તેને ટોઇલેટ સીટ ચાટવા (lick the toilet seat) માટે મજબૂર કરવામાં આવ્યો અને ફ્લશ ચાલુ રાખીને તેનું માથું અંદર ધકેલી દેવામાં આવ્યું. આ બધાથી તે કંટાળી ગયો અને પોતાના એપાર્ટમેન્ટના 26મા માળેથી કૂદી પડ્યો હતો.

    હવે કેરળ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) આ કેસની તપાસ કરી રહી છે. મિહિરની માતા રાજના પીએમએ જણાવ્યું કે તેમનો દીકરો 9મા ધોરણનો વિદ્યાર્થી હતો. તેણે નવેમ્બર 2024માં GEMS મોર્ડન એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો. તેની સાથે શાળામાં અને શાળાની બસમાં દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તે આ બાબતોથી ખૂબ જ પરેશાન હતો. 15 જાન્યુઆરીએ તેણે 26મા માળેથી કૂદી પડ્યો.