Thursday, July 10, 2025
More

    કેરળના પલક્કડની મસ્જિદમાં હમાસ-હિઝબુલ્લાહના આતંકીઓનું મહિમામંડન: યાહ્યા સિનવાર, ઈસ્માઈલ હનીહ અને નસરલ્લાહના લાગ્યા પોસ્ટર

    કેરળના પલક્કડની એક મસ્જિદમાં વાર્ષિક ઉત્સવના જુલૂસ દરમિયાન હમાસ અને હિઝબુલ્લાહના આતંકીઓના પોસ્ટર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં આતંકી કમાન્ડર યાહ્યા સિનવાર, ઈસ્માઈલ હનીહ અને હસન નસરલ્લાહની તસવીરો લગાવવામાં આવી હતી. આ ત્રણેય આતંકીઓને ઇઝરાયેલે ઠાર માર્યા હતા. 16 ફેબ્રુઆરીની સાંજે કોમ્યુનિસ્ટ અને કોંગ્રેસ નેતાઓની હાજરીમાં આ કાર્યક્રમ થયો હતો.

    જોકે, કાર્યક્રમના આયોજકોએ હજુ સુધી આ વિવાદને લઈને કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ કોંગ્રેસ નેતા વીટી બલરામ અને માતૃ એમબી રાજેશની હાજરી હોવાથી તેમની ખૂબ ટીકા થઈ રહી છે. મસ્જિદના જુલૂસમાં લગભગ 3000 લોકો સામેલ થયા હતા. દરમિયાન વિવાદિત ઝંડા અને આતંકીઓના પોસ્ટર લઈને પરેડ કાઢવામાં આવી હતી.

    નોંધવા જેવું છે કે, આ પહેલાં કેરળ યુનિવર્સિટીના વાર્ષિક યુવા મહોસત્વમાં પણ તેના નામને લઈને વિવાદ થયો હતો. તે સમારોહને ‘ઈંતિફાદા’ નામ આપવામાં આવ્યું હતું. આ શબ્દ પેલેસ્ટાઇન-ઇઝરાયેલ સંઘર્ષ અને હમાસ દ્વારા ઉપયોગમાં લેવાવા સાથે જોડાયેલો હતો. ભારે વિરોધ બાદ આ કાર્યક્રમનું નામ બદલી નાખવામાં આવ્યું હતું.