Monday, March 17, 2025
More

    અમ્મી, દાદી, ચાચા-ચાચી, ભાઈ અને માશૂકાની હત્યા કરીને પોલીસ સ્ટેશન પહોંચ્યો અફ્ફાન: કેરળની ઘટના, કહ્યું- બધાને મારી નાખ્યા

    કેરળના તિરુવંતપુરમના વેંજારામૂડૂ (Venjaramoodu, Kerala) પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સિરિયલ કિલિંગનો (serial killing case) મામલો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, ખાડી દેશોમાંથી પરત ફરેલા અફ્ફાન નામના શખ્સે તેની ગર્લફ્રેન્ડ, અમ્મી, દાદી, ચાચા-ચાચી અને ભાઈની હત્યા કરી નાખી છે. તેણે પોલીસ સ્ટેશન પહોંચીને સરેન્ડરર કરી દીધું છે અને ગુનો કબૂલ્યો છે.

    આરોપીના અમ્મીને તિરુવંતપુરમના મેડિકલ કોલેજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ પહેલાંથી જ કેન્સરના દર્દી હતા. આરોપી અફ્ફાને કુહાડી અને હથોડાથી તેની અમ્મી પર હુમલો કર્યો હતો. જેના કારણે સારવાર દરમિયાન જ તેમનું મોત થયું હતું.

    મૃતકોની ઓળખ શમી (આરોપીની અમ્મી) સલમા બીવી (આરોપીની દાદી), અફ્ઝાન (ભાઈ), ફરશાના (ગર્લફ્રેન્ડ), અબ્દુલ લતીફ (ચાચા) અને શાહિદા બીવી (ચાચી) તરીકે થઈ છે. આરોપીએ પોલીસને જણાવ્યું કે, પરિવારની હત્યા બાદ તેણે પોતે પણ ઝેર પી લીધું હતું, પરંતુ તે બચી ગયો. હમણાં સુધી હત્યાના કારણ વિશે જાણી શકાયું નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.