Thursday, April 10, 2025
More

    કેરળમાં મદરેસા શિક્ષક મોહમ્મદ રફીને 14 વર્ષની બાળકીને 21 મહિના સુધી પીંખી: કોર્ટે ફટકારી 187 વર્ષની સજા, ગણાવ્યો રીઢો ગુનેગાર

    કેરળના કન્નુર જિલ્લાની પોક્સો કોર્ટે (POCSO court, Kerala) મદરેસા શિક્ષક મોહમ્મદ રફીને (madrasa teacher Mohammed Rafi) એક સગીર વિદ્યાર્થીનું જાતીય શોષણ કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યા બાદ 187 વર્ષની જેલની સજા ફટકારી છે. જોકે, સજાઓ એકસાથે ચાલશે, તેથી તેને કુલ 50 વર્ષ જેલમાં રહેવું પડશે. કોર્ટે આરોપીને ₹9 લાખનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે તેને ગંભીર રીઢો ગુનેગાર ગણાવ્યો.

    મંગળવારે (8 એપ્રિલ 2025) તાલિપરંબા સ્થિત ખાસ પોક્સો કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો. ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, રફીએ કોરોના મહામારી દરમિયાન માર્ચ 2020માં 14 વર્ષની છોકરીનું જાતીય શોષણ કરવાનું શરૂ કર્યું હતું અને ડિસેમ્બર 2021 સુધી તેનું શોષણ ચાલુ રાખ્યું હતું. આ ગુનો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે છોકરીના માતા-પિતા તેને કાઉન્સેલિંગ માટે લઈ ગયા.

    તપાસમાં એ પણ જાણવા મળ્યું કે ગુના સમયે રફી બીજા POCSO કેસમાં જામીન પર હતો. કોર્ટે તેને POCSO એક્ટની કલમ 5(T) હેઠળ 50 વર્ષની સજા, કલમ 5(l) અને 5(f) હેઠળ 35-35 વર્ષની સજા અને IPCની કલમ 376(3) હેઠળ 25 વર્ષની સજા ફટકારી હતી. વધુમાં, કલમ 506(2) હેઠળ બે વર્ષની વધારાની સજા ફટકારવામાં આવી હતી.