Tuesday, March 18, 2025
More

    કેરળમાં એક IAS અધિકારીને કરાયા સસ્પેન્ડ: કારણ- બનાવ્યું હતું ‘Hindu Officers’ નામનું વોટ્સએપ ગ્રુપ

    સોમવાર, 11 નવેમ્બરના રોજ, કેરળ સરકારે ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી કે ગોપાલકૃષ્ણનને (K Gopalakrishnan) ‘મલ્લુ હિન્દુ ઓફિસર્સ’ (Mallu Hindu Officers) નામનું વ્હોટ્સએપ ગ્રુપ બનાવવા બદલ સસ્પેન્ડ (Suspended) કરી દીધા હતા.

    સસ્પેન્શન ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે કેરળ સરકાર માને છે કે તે વ્હોટ્સએપ જૂથનો હેતુ રાજ્યમાં અખિલ ભારતીય સેવાઓના કેડર વચ્ચે વિભાજનને પ્રોત્સાહન આપવા, અસંતુલન બનાવવા અને એકતાને તોડવાનો હતો.

    સસ્પેન્ડેડ IAS અધિકારીએ કહ્યું કે તેનો ફોન સાયબર ગુનેગારો દ્વારા હેક કરવામાં આવ્યો હતો અને તેઓએ તેની સંમતિ વિના વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. જોકે, કેરળ પોલીસે ફોન હેક થયાના તેમના દાવાને ફગાવી દીધો હતો.