Thursday, March 20, 2025
More

    હિંદુ મહિલાએ ખ્રિસ્તી સાથે કર્યા લગ્ન, OBC તરીકે કરી સરકારી નોકરી: કેરળ હાઇકોર્ટે જાતિ પ્રમાણપત્ર રદ કરવાનો કર્યો ઇનકાર, VHPના ઈરાદા પર જ ઉઠાવી દીધા સવાલ

    કેરળ હાઇકોર્ટે (Kerala High Court) વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે, જેમાં ખ્રિસ્તી (Christian) સાથે લગ્ન કરનાર હિંદુ મહિલાનું OBC નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર રદ કરવાની માંગ કરવામાં આવી હતી. પ્રમાણપત્રમાં જણાવાયું છે કે તે હિંદુ-નાદર જાતિની છે અને નોન-ક્રીમી લેયર છે. કુમારી બિંદુએ એક ખ્રિસ્તી સાથે લગ્ન કર્યા છે અને નોકરી માટે તેણે OBC પ્રમાણપત્ર મેળવ્યું છે.

    મુખ્ય ન્યાયાધીશ નીતિન જામદાર અને ન્યાયાધીશ એસ. મનુની બેન્ચે કહ્યું કે આ સેવા સંબંધિત મામલો છે અને આમાં ન તો VHP અસરગ્રસ્ત કર્મચારી છે કે ન તો રાજ્ય. તેથી તેને પડકારવાનો કોઈ અધિકાર નથી. પોતાના બચાવમાં, બિંદુએ નીતુ વિરુદ્ધ પંજાબ રાજ્ય અને અન્ય (2007) કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો. એવું કહેવામાં આવ્યું હતું કે સેવા સંબંધિત બાબતોમાં સુનાવણી માટે પીઆઈએલ સ્વીકાર્ય નથી.

    બિંદુ કુમારીએ આ પ્રમાણપત્ર 2006માં મેળવ્યું હતું, જેને 2011માં કલેક્ટરે રદ કરી દીધું હતું, કારણ કે તે છેતરપિંડીથી મેળવવામાં આવ્યું હતું. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રમાણપત્ર એ હકીકત છુપાવીને મેળવવામાં આવ્યું હતું કે તેણી એક ખ્રિસ્તી સાથે લગ્ન કરી ચૂકી છે. આ આદેશ સામે, કુમારીએ હાઇકોર્ટની સિંગલ બેન્ચનો સંપર્ક કર્યો હતો.

    આ કેસમાં VHPને પક્ષકાર બનાવવામાં આવ્યો હતો અને દલીલ કરવામાં આવી હતી કે અરજદાર ખ્રિસ્તી ધર્મનું પાલન કરી રહ્યો છે. તેથી, તે અન્ય પછાત વર્ગના સભ્ય તરીકે હિંદુ નાદર સમુદાયને આપવામાં આવતા લાભો માટે હકદાર નથી. સિંગલ બેન્ચે નક્કી કર્યું કે બિંદુએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો નથી. તેથી કલેક્ટરનો આદેશ રદ કરવામાં આવ્યો. આ પછી VHPએ આ નિર્ણયને પડકાર્યો.