Thursday, March 20, 2025
More

    ‘આ બંધારણના મૂળ સિદ્ધાંતોનું ઉલ્લંઘન’: કેરળ વિધાનસભાએ પ્રસ્તાવ પસાર કરી વક્ફ સંશોધન બિલ પરત ખેંચવા કેન્દ્ર સરકારને કરી વિનંતી

    કેરળ વિધાનસભામાં સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. તેમાં કેન્દ્ર સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે કે, તેઓ વક્ફ સંશોધન બિલ-2024ને પરત ખેંચી લે. આ સાથે પ્રસ્તાવમાં એવું કહેવાંઆ આવ્યું છે કે, આ બિલ બંધારણના મૂળ સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.

    નોંધવા જેવું છે કે, વક્ફ સંશોધન બિલને લઈને આ પહેલાં પણ અનેક ચર્ચાઓ ચાલી હતી અને વિપક્ષની પાર્ટીઓ દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. હાલ તે બિલ વિચારણા હેઠળ મૂકવામાં આવ્યું છે અને સંસદીય સમિતિની કમિટી દેશના વિવિધ ભાગોમાં જઈને આ અંગેની ચર્ચા પણ કરી રહી છે.

    જોકે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણામાં એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું હતું કે, તેઓ કોઈપણ સંજોગે વક્ફ સંશોધન બિલ પસાર કરીને કાયદામાં પરિવર્તન કરશે.