Tuesday, March 25, 2025
More

    કેરળમાં 24 વર્ષીય IB ઓફિસર મેઘાનું શવ મળ્યું રેલ્વે ટ્રેક પર: પરિવારે વ્યક્ત કરી ષડ્યંત્રની આશંકા, પોલીસ તપાસ શરૂ

    કેરળથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક ઇન્ટેલિજન્સ બ્યુરોની (IB Officer Death) 24 વર્ષીય મહિલા અધિકારી મેઘાનો (Megha) મૃતદેહ રેલ્વે ટ્રેક પરથી મળી આવ્યો હતો. મેઘા, મૂળ પઠાણમથિટ્ટાના કૂડાલની રહેવાસી, પેટ્ટાહ નજીક પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી.

    24 માર્ચે પેટ્ટા રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક પર મેઘા મૃત હાલતમાં મળી આવી હતી. પેટ્ટા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ શંકાસ્પદ આત્મહત્યાનો કેસ છે. ટ્રેનના લોકો પાઇલટે પોલીસને જણાવ્યું કે તેણે એક મહિલાને રેલ્વે ટ્રેક પર કૂદતી જોઈ હતી. પોસ્ટમોર્ટમ બાદ તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

    જોકે, તેના પરિવારે કંઇક ગરબડ હોવાની આશંકા વ્યક્ત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ અંગે મેઘાના કાકા શિવદાસને કહ્યું કે તેમને તેના મૃત્યુમાં કોઈ ષડયંત્ર હોવાની શંકા છે. તેમણે મીડિયાના આત્મહત્યાના અહેવાલો પણ ફગાવી દીધા હતા.

    તેમણે કહ્યું હતું કે, “અમારી પાસે એવું માનવાનું કોઈ કારણ નથી કે તે ડિપ્રેશનથી પીડાતી હતી. અમે યોગ્ય તપાસ કરવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમે યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવા માટે IB અધિકારીઓને પણ પત્ર લખ્યો છે.”

    પરિવારે વ્યક્ત કરેલી આશંકા બાદ પોલીસે એ તરફ કાર્યવાહી આગળ વધારીને મેઘાના કોલ ડિટેલ તપાસવાના શરૂ કર્યા છે. પોલીસે તેના મોબાઇલ ફોનની કોલ ડિટેલ્સની તપાસ શરૂ કરી છે. છેલ્લે કયા નંબર પર કોલ કરવામાં આવ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.