આમ આદમી પાર્ટીએ પંજાબની લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક પર યોજાનાર પેટાચૂંટણી માટે રાજ્યસભા સાંસદ સંજીવ અરોડાના નામની ઘોષણા કરી છે. જેની ઉપરથી અટકળો લગાવવામાં આવી રહી છે કે રાજ્યસભામાં ખાલી પડેલી બેઠક પર પાર્ટી અરવિંદ કેજરીવાલને ઉમેદવાર બનાવીને ઉપલા ગૃહમાં મોકલવાની યોજના બનાવી રહી છે.
પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીનું ગત 10 જાન્યુઆરીના રોજ નિધન થયું હતું. તેઓ તેમના ઘરે જ હતા ત્યારે લાયસન્સ્ડ ગનમાંથી ગોળી છૂટતાં તેમને વાગી ગઈ હતી. ત્યારબાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ બચી શક્યા ન હતા. તેમના મૃત્યુ બાદ આ બેઠક ખાલી પડી છે, જેથી અહીં પેટાચૂંટણી યોજાશે.
ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਨੇ ਲੁਧਿਆਣਾ ਪੱਛਮੀ ਉੱਪ ਚੋਣ ਲਈ ਸ਼੍ਰੀ ਸੰਜੀਵ ਅਰੋੜਾ ਨੂੰ ਉਮੀਦਵਾਰ ਐਲਾਨਿਆ। pic.twitter.com/dykgIbWe9Z
— AAP Punjab (@AAPPunjab) February 26, 2025
બેઠક પર ચૂંટણી ક્યારે થશે તેની ઘોષણા કરવામાં આવી નથી પરંતુ આમ આદમી પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. બેઠક પરથી વર્તમાન રાજ્યસભા સાંસદ સંજીવ અરોડાના નામની જાહેરાત કરવામાં આવી છે. તેઓ 2022થી પંજાબથી રાજ્યસભા સાંસદ છે. જેથી તેમની ટર્મ 2028માં પૂર્ણ થશે. પરંતુ તે પહેલાં જ MLA ચૂંટણી માટે તેમને નામાંકિત કરાતાં ચર્ચાઓ એવી શરૂ થઈ છે કે આમ આદમી પાર્ટી તેમના સ્થાને કેજરીવાલને રાજ્યસભા મોકલવા માટે રસ્તો મોકળો કરી રહી છે.
પૂર્વ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી તો ન જ જીતી પણ પોતે પણ પોતાની બેઠક બચાવી ન શક્યા અને ભાજપ ઉમેદવાર પ્રવેશ સાહિબ સિંઘ વર્મા સામે કારમી હાર મળી હતી. જેના કારણે હવે ચર્ચા છે કે તેઓ પંજાબથી રાજ્યસભા જશે.