દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હમણાં નવું કારનામું કર્યું. તેમણે CMO દિલ્લીનું જે અધિકારિક X અકાઉન્ટ હતું એનું નામ બદલીને ‘કેજરીવાલ એટ વર્ક’ કરી નાખ્યું અને એક ઝાટકે ફોલોઅર્સ ઉપાડી લીધા.
દરેક રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય હવે સોશિયલ મીડિયા પર સક્રિય છે. X પર દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયનું અકાઉન્ટ હતું @CMODelhi. આવાં અકાઉન્ટ સરકારી માલિકીનાં હોય છે. એટલે કે મુખ્યમંત્રી બદલાતા રહે પણ આ અકાઉન્ટ જેમનાં તેમ જ રહે છે. બહુ-બહુ તો મુખ્યમંત્રીના ફોટા બદલાય છે.
As soon as Arvind Kejriwal's government went out, he committed a major scam.
— AAP watch (@AAP_watch) February 13, 2025
The official government Twitter handle CMODelhi was changed to KejriwalAtWork
A government handle, funded by taxpayers and having around 1 million followers, was made private.… pic.twitter.com/hT5lZRkzce
પરંતુ નવો ચીલો ચાતરતાં કેજરીવાલે CMODelhiનું અકાઉન્ટ ચોરીને તેનું નામ પણ બદલી નાખ્યું છે. જેનાથી એવું દેખાય રહ્યું છે કે આ કેજરીવાલનું અંગત અકાઉન્ટ છે. જ્યારે વાસ્તવમાં એ સરકારી માલિકીનું હતું.
સોશિયલ મીડિયા પર લોકોને આ બાબતની ખબર પડતાં આવી બાલિશ હરકત બદલ AAP સુપ્રિમો પર ફિટકાર વરસાવી રહ્યા છે.
નોંધવા જેવું એ પણ છે કે કેજરીવાલ પછી આતિશી મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે. હાલ તેઓ કેરટેકર સીએમ છે. તેમ છતાં કેજરીવાલે આ કારસ્તાન કરતાં એ સ્પષ્ટ થાય છે કે મુખ્યમંત્રી પદ છોડ્યા પછી પણ CMOના અકાઉન્ટનું એક્સેસ કેજરીવાલ પાસે જ હતું.