Thursday, March 20, 2025
More

    કેજરીવાલ-આતિશી-સિસોદિયા… AAPના ત્રણેય દિગ્ગજો શરૂઆતથી સતત પાછળ: 8:45 સુધી BJP-36, AAP-24, Congress-1

    દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી (Delhi Vote Counting) શરૂ થવાનો 30 મિનિટથી વધુ સમય વીતી ચૂક્યો છે. હજાઓ પોસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે. પરંતુ મહત્વના સમાચાર એ છે AAPના મોટા ગજાના નેતાઓ એવા કેજરીવાલ-આતિશી-સિસોદિયા (Kejriwal, Atishi, Sisodia) ત્રણેવ શરૂઆતથી પાછળ ચાલી રહ્યા છે.

    સવારના 8:45 સુધી ભાજપ 36 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. AAP 24 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ માત્ર 1 બેઠક પર આગળ છે. એટલે જે BJP બહુમતના આંકડા સુધી પહોંચતી દેખાઈ રહી છે.

    નવી દિલ્હી બેઠક પરથી AAP સુપ્રિમો અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શરૂઆતથી જ પાછળ ચાલી રહ્યા છે. તે જ રીતે AAP ચાલુ મુખ્યમંત્રી આતિશી પણ પોતાની બેઠક કાલકાજીથઈ સતત પાછળ છે. સાથે જ મનીષ સિસોદિયા જે પોતાની જૂની બેઠક પડપડગંજ પર હાર ભાળી જતા જંગપુરા ભાગ્યા હતા, ત્યાં પણ તેઓ પાછળ ચાલી રહ્યા છે.