Friday, March 7, 2025
More

    ‘સમાપ્ત કર દો એક દૂસરે કો’: દિલ્હી ચૂંટણીનાં પરિણામો પર કાશ્મીર સીએમ ઓમર અબ્દુલ્લા

    શનિવારે (8 ફેબ્રુઆરી) દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને મતગણતરી હાથ ધરવામાં આવી છે. શરૂઆતી વલણોને જોતાં એવું લાગી રહ્યું છે કે, દિલ્હીમાં ભાજપ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. બીજી તરફ INDI ગઠબંધનના નેતાઓ જ હવે અંદરોઅંદર બાખડવા લાગ્યા છે. જમ્મુ-કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ દિલ્હીના પરિણામો જોતાં AAP અને કોંગ્રેસ પર નિશાનો સાધ્યો છે.

    અબ્દુલ્લાએ આ પહેલાં પણ INDI ગઠબંધન પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો INDI ગઠબંધનનો હેતુ માત્ર સંસદીય ચૂંટણી જ છે તો તેને સમાપ્ત કરી દેવું જોઈએ. આ સાથે હવે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થવા પર પણ તેમણે કટાક્ષ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક Gif પોસ્ટ કરીને કેપશન લખ્યું છે.

    તેમણે કેપશનમાં લખ્યું છે કે, “ઔર લડો આપસ મેં”. આ ઉપરાંત તેમણે Gif શેર કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, “સમાપ્ત કર દો એક દૂસરે કો.” નોંધનીય છે કે, ઓમર અબ્દુલ્લાએ આ કટાક્ષ કોંગ્રેસ અને AAPમાં ચાલી રહેલા અંદરના ડખાને લઈને કર્યો છે. ઉપરાંત મતગણતરીના શરૂઆતી વલણોમાં પણ ભાજપ સતત બહુમતી તરફ આગળ વધી રહી છે.