Wednesday, May 14, 2025
More

    કર્ણાટક STના બસ ડ્રાઈવરે નમાજ પઢવા માટે રસ્તા પર રોકી બસ, વિડીયો વાયરલ થયા બાદ સસ્પેન્ડ

    કર્ણાટક રાજ્યના બેંગ્લોરમાં એક મુસ્લિમ ડ્રાઈવરે યાત્રિકોથી ભરેલી ST બસ રસ્તાની વચ્ચે ઉભી રાખી અને નમાજ પઢી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ સમય દરમિયાન યાત્રિકો બસમાં બેઠા રહ્યા હતા અને એક યાત્રિકે ડ્રાઈવરનો વિડીયો રેકોર્ડ કર્યો હતો. વિડીયોમાં ડ્રાઈવર પોતાની સીટ પર નમાજ પઢતો જોવા મળ્યો હતો.

    બસ રોકીને નમાજ પઢનાર ડ્રાઇવરનું નામ એકે મુલ્લા હોવાનું કહેવાય છે. તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પશ્ચિમ કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના (NWKRTC) એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 58 વર્ષીય મુલ્લા બે દિવસ પહેલાં નમાજ પઢતો જોવા મળ્યો હતો.

    કર્ણાટકના પરિવહન મંત્રી રામલિંગા રેડ્ડીએ આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. દરમિયાન, KSRTCએ ડ્રાઈવર એકે મુલ્લાને સસ્પેન્ડ કરી દીધો છે. મંત્રી રેડ્ડીએ કહ્યું છે કે, સરકારમાં સેવા આપતા લોકોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. તેમણે કહ્યું છે કે, લોકોને ધાર્મિક સ્વતંત્રતા છે, પરંતુ ફરજ પર હોય ત્યારે આ કરી શકાતું નથી.