Monday, June 23, 2025
More

    ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડ મામલે કર્ણાટક પોલીસે દાખલ કરી FIR: RCB, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની અને કર્ણાટક ક્રિકેટ એસોશિએશન સામે ગુનો

    બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મચેલી ભાગદોડ મામલે એક FIR દાખલ કરવામાં આવી છે. આ FIRમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), DNA (ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોશિએશનની વહીવટી સમિતિ વગેરેનાં નામ હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    ગુનો કબ્બન પાર્ક પોલીસ મથકે નોંધવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું કે ગુનાહિત બેદરકારીના કારણે ઘટના બની હતી. 

    ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (બિનઇરાદાપૂર્વક હત્યા), 125 (1) (2) (અન્યોના જીવ, સુરક્ષા જોખમાય તેવાં કૃત્યો કરવાં), 132 (જાહેર સેવાના માણસની ફરજમાં રૂકાવટ પેદા કરવી), 121(1) (જાહેર સેવાના કર્મચારી પર હુમલો), 190 (સમાન ઇરાદે ગેરકાયદેસર મંડળી રચીને ગુનો પાર પાડવો) હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. 

    આ કેસમાં ફરિયાદી સ્વયં પોલીસ બની હોવાનું જાણવા મળ્યું છે. જોકે લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે બાકી બધા બરાબર છે પરંતુ મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમનાં નામ કેમ જોવા મળી રહ્યાં નથી, જ્યારે કાર્યક્રમમાં તેઓ પણ હાજર હતા.