એક તરફ કર્ણાટક કોંગ્રેસ સરકાર (Karnataka Government) પાસે નાગરિક સુવિધાઓ માટે પૈસા નથી અને બીજી તરફ સરકાર વિધાનસભા અને વિધાન પરિષદના ધારાસભ્યોના 100% પગાર વધારાનું બિલ (Salary Increase Bill) લાવવા જઈ રહી હોવાના અહેવાલ છે.
રાજ્ય સરકાર કર્ણાટક વિધાનસભા પેન્શન, પગાર અને ભથ્થાં (સુધારા) બિલ, 2025 રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ બિલ પસાર થયા પછી, ધારાસભ્ય અને એમએલસીનો પગાર બમણો થઈ જશે. મુખ્યમંત્રીનો પગાર ₹75 હજારથી વધીને ₹1.5 લાખ પ્રતિ માસ થઈ જશે.
Karnataka government proposes 100% pay hike for Chief Minister, Ministers@nehalkidwai reports#TheBreakfastShow pic.twitter.com/XiBRAyrtHJ
— NDTV (@ndtv) March 21, 2025
વિધાન પરિષદ અને વિધાનસભાના અધ્યક્ષનો પગાર ₹75 હજારથી વધારીને ₹1.25 લાખ કરવાનો પ્રસ્તાવ છે. ઉપસભાપતિ અને ઉપાધ્યક્ષનો પગાર ₹60 હજારથી વધારીને ₹80 હજાર કરી શકાય છે. આ ઉપરાંત, વિપક્ષના નેતા (LoP), શાસક પક્ષના મુખ્ય દંડક અને વિપક્ષના પગારમાં પણ વધારો થશે.
ધારાસભ્યોના પગાર ઉપરાંત, કર્ણાટક મંત્રીઓના પગાર અને ભથ્થા અધિનિયમ, 1956માં પણ સુધારો પ્રસ્તાવિત છે. આ સુધારાથી મંત્રીનો પગાર ₹60 હજારથી વધારીને ₹1.25 લાખ કરવામાં આવશે. તે જ સમયે, પૂરક ભથ્થું ₹4.5 લાખથી વધારીને ₹5 લાખ કરવાનો પ્રસ્તાવ છે. હાલમાં, મંત્રીઓને HRA તરીકે મળતો ₹1.2 લાખ વધીને ₹2 લાખ થઈ શકે છે.
નોંધનીય છે કે એક તરફ સરકાર દાવા કરે છે કે તેની પાસે નાગરિક સુવિધાઓ માટે ફંડ નથી અને બીજી તરફ પગાર વધારો કરવા જઈ રહી છે. આ પહેલાં પણ સામે આવ્યું હતું કે કર્ણાટકના CM સિદ્ધારમૈયા કરોડોના ખર્ચે તેમના નિવાસસ્થાન ‘કાવેરી’નું નવીનીકરણ કરાવવા જઈ રહ્યા છે.