કર્ણાટકના (Karnataka) દાવણગેરેથી કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અહેમદ કબીર ખાનની (Congress leader Kabir Khan) કર્ણાટક પોલીસે ધરપકડ કરી છે. કબીર ખાન પર વક્ફ એક્ટ વિરુદ્ધ (Anti Waqf Act Protest) એક વિડીયો જાહેર કરીને હિંસા ભડકાવવાનો (inciting violence) આરોપ છે. વિડીયોમાં, ખાને મુસ્લિમોને રસ્તા પર આવવા, જાહેર સંપત્તિનો નાશ કરવા અને કાયદાનો વિરોધ કરવા માટે પોતાના જીવનું બલિદાન આપવા હાકલ કરી હતી.
કબીર ખાનનો એક વિડીયો 8 એપ્રિલ, 2025ના રોજ વાયરલ થયો હતો, જેમાં તે વક્ફ કાયદાના વિરોધમાં મુસ્લિમોને હિંસા અને રમખાણો ભડકાવવા માટે ઉશ્કેરતો જોવા મળ્યો હતો. “બેનરો પકડીને અરજીઓ દાખલ કરવાથી કોઈ ફાયદો થશે નહીં. બસો અને ટ્રેનોને આગ લગાડો, કેટલાક લોકોને પોતાના જીવ આપવા દો. બલિદાન આપવું જોઈએ. દરેક શહેરમાં 8-10 મૃત્યુ થવા જોઈએ. 50-100 કેસ દાખલ થવા જોઈએ. આ બધું થવું જોઈએ,” ખાને બે મિનિટના વિડીયોમાં કહ્યું.
વિડીયો વાયરલ થયા પછી, કબીર ખાને પોતાનો ફોન બંધ કરી દીધો અને છુપાઈ ગયો. કર્ણાટક પોલીસને માહિતી મળી હતી કે આરોપી અજમેરમાં છે. અજમેરના એસપી વંદિતા રાણાએ જણાવ્યું કે તેને આઝાદ નગર વિસ્તારમાંથી ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.