કર્ણાટકમાં મોંઘવારી દર સતત વધતો જોવા મળી રહ્યો છે. બસની ટિકિટમાં વધારો થયા બાદ મેટ્રોની ટિકિટમાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો. જ્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, કર્ણાટકની કોંગ્રેસ સરકારે દૂધના ભાવમાં પણ વધારો જાહેર કર્યો છે. રાજ્યમાં હવે દૂધ પીવું પણ મોંઘું પડી શકે છે. હવે એક લિટર દૂધની કિંમત ₹4 સુધી વધારી દેવામાં આવી છે. આ નવી કિંમત 1 એપ્રિલથી લાગુ થવા જઈ રહી છે.
🔴 #BREAKING | Karnataka Hikes Milk Price By Rs 4/litre; Price Hike To Come In Effect From April 1st
— NDTV (@ndtv) March 27, 2025
રાજ્ય સરકારમાં મંત્રી કેએન રંજનાને આ વિશેની માહિતી પણ આપી છે. તેમણે કહ્યું છે કે, રાજ્યમાં દૂધની કિંમત ₹4 પ્રતિ લિટર વધારવામાં આવશે. ડેરી કિસાન અને કર્ણાટક મિલ્ક ફેડરેશન લાંબા સમયથી ભાવ વધારો કરવા માટેની માંગણી કરી રહ્યા હતા. તેમની માંગ હતી કે, કિંમત 5 રૂપિયા પ્રતિ લિટર વધારવામાં આવે.
આ સાથે જ નંદિની દહીની કિંમત ઓન 4 રૂપિયા સુધી વધારવામાં આવી રહી છે. આ પહેલાં જૂન 2024માં નંદિની દહીની કિંમતમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, દૂધનો ભાવ વધ્યા બાદ ઘણી દૂધની બનાવટોનો ભાવ વધવાની સંભાવના પણ જોવા મળી રહી છે.