Tuesday, March 25, 2025
More

    બીવીએ વેશ્યાવૃત્તિ કરવાની પાડી ના તો શોહરે આપી દીધા ‘ટ્રિપલ તલાક’: વધુ દહેજ ના મળતા બનાવી હતી બંધક, કાનપુરના આહદ સિદ્દીકી સમેત 8 વિરુદ્ધ FIR

    કાનપુરના (Kanpur) બાબુપુરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, જ્યારે એક મુસ્લિમ મહિલાએ વેશ્યાવૃત્તિ (Prostitution) કરવાનો ઇનકાર કર્યો અને વિરોધ કર્યો, ત્યારે તેના શોહરે તેને ટ્રિપલ તલાક (Triple Talaq) આપી દીધા. પીડિતાએ તેના સાસરિયાઓ પર તેને ઘરમાં બંધક બનાવી રાખવાના ગંભીર આરોપ લગાવ્યા છે. સાસરિયાઓના ચુંગાલમાંથી મુક્ત થયેલી મહિલા પોતાના માતાપિતાના ઘરે પહોંચી અને તેના શોહર આહદ સિદ્દીકી સહિત આઠ સાસરિયાઓ વિરુદ્ધ FIR નોંધાવી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

    બાબુપુર્વાની રહેવાસી પીડિતાના જણાવ્યા અનુસાર, 12 જુલાઈ, 2022ના રોજ, તેના નિકાહ મુંબઈના બાંદ્રા પશ્ચિમના રહેવાસી અહદ સિદ્દીકી સાથે થયા હતા. પીડિતાએ આરોપ લગાવ્યો કે લગ્નના થોડા દિવસો પછી જ તેના સાસરિયાઓએ તેને વધારાના દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું. જ્યારે તેઓએ તેમ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી, ત્યારે તેઓએ તેને નશીલા પદાર્થો આપ્યા અને વેશ્યાવૃત્તિ માટે દબાણ કર્યું.

    એવો આરોપ છે કે જ્યારે તેણે ના પાડી, ત્યારે તેના સાસરિયાઓએ કાવતરું રચ્યું, તેને માર માર્યો અને તેને બંધક બનાવી. ઘણા દિવસો સુધી તેને ભૂખી રાખી. સાસરિયાઓ તરફથી થતી હેરાનગતિથી કંટાળીને, તેણે તેના માતાપિતાને ઘટના વિશે જાણ કરી. પીડિતાના જણાવ્યા મુજબ, 3 નવેમ્બર, 2023ના રોજ, પરિવાર મુંબઈ પહોંચ્યો અને સ્થાનિક બાંદ્રા પોલીસની મદદથી તેને મુક્ત કરાવી. 5 નવેમ્બરના રોજ શોહરે તેને ટ્રિપલ તલાક આપી દીધા અને ઘરમાંથી કાઢી મૂકી.

    આ પછી, શોહર તેને ફોન કરીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રહ્યો છે. આ સંદર્ભે, બાબુપુરવા ઇન્સ્પેક્ટર અરુણ કુમાર દ્વિવેદીના જણાવ્યા અનુસાર, પીડિતાની ફરિયાદ પર, શોહર અને અન્ય સાસરિયાઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. એક ટીમ મુંબઈ જઈને તપાસ કરશે. આરોપીઓને તેમના નિવેદનો નોંધવા માટે અહીં બોલાવવામાં આવશે.