Tuesday, July 15, 2025
More

    ‘ॐનું ટેટૂ કાઢ નહીં તો વાયરલ કરી દઈશ અશ્લીલ ફોટો-વિડીયો’: સરતાજે સોનુ બનીને ફસાવી હિંદુ યુવતી, ધર્માંતરણનું કરતો દબાણ- કાનપુરનો મામલો

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુરમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં એક યુવતીએ આરોપ લગાવ્યો છે કે તેની સાથે લવ જેહાદ (Love Jihad) થયો છે. યુવતીનો આરોપ છે કે આરોપી યુવકે તેને ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું અને તેના હાથ પરનું ॐનું ટેટૂ હટાવવાની ધમકી આપી.

    કાનપુરના બરરા વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે લગભગ વર્ષ પહેલાં સોનું નામક યુવકે તેને સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવી હતી. પીડિતાના જણાવ્યા મુજબ, આરોપીએ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર સોનુના નામે પોતાનું આઈડી બનાવ્યું છે. ત્યારબાદ લગ્નનું વચન આપીને વારંવાર શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા.

    જ્યારે યુવતીએ લગ્ન કરવા માટે કહ્યું ત્યારે યુવકે તેનું અસલી નામ સોનું નહીં પણ સરતાજ હોવાનું કહ્યું હતું. યુવકે કહ્યું તે મુસ્લિમ છે અને નિકાહ ત્યારે જ કરશે જ્યારે યુવતી તેના હાથ પર દોરેલ ॐનું ટેટૂ દૂર કરશે.

    આરોપીએ યુવતીને તેના અશ્લીલ વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, આરોપીએ યુવતીને શારીરિક અને માનસિક રીતે હેરાન પણ કરી. બાદમાં યુવતીએ બજરંગદળનો સંપર્ક કરીને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

    યુવતીની ફરિયાદના આધારે પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે. એડીસીપી યોગેશ કુમારે જણાવ્યું હતું કે, પીડિતાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે ખાતરી આપી હતી કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.