Sunday, July 13, 2025
More

    જે અમૃતપાલે ‘નિહંગ’ બની કરી કમલ કૌર ‘ભાભી’ની હત્યા, તે મૂળે હતો મુસ્લિમ… વિડીયોમાં કરી કબૂલાત: મર્ડર કરીને ભાગી ગયો યુએઈ, અકાલી દળની ટિકિટ પર લડ્યો ચૂક્યો છે ચૂંટણી

    પંજાબના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કમલ કૌર ‘ભાભી’ની (Kamal Kaur ‘Bhabhi’ Murder) હત્યાનો મુખ્ય આરોપી અમૃતપાલ સિંહ મેહરન (Amritpal Singh Mehron) મૂળ મુસ્લિમ (Muslim) છે. તેણે 12 વર્ષ પહેલા શીખ ધર્મ અપનાવ્યો હતો. તેણે પોતે એક ઇન્ટરવ્યુમાં આ વાત સ્વીકારી છે. પોલીસ તપાસમાં પણ એ સામે આવ્યું છે કે આ નિહંગ પહેલા મુસ્લિમ હતો.

    પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેનો આખો પરિવાર મૂળ પાકિસ્તાનનો છે. તે લોકો પાકિસ્તાન છોડીને ભારતમાં સ્થાયી થયા હતા. હવે આખો પરિવાર શીખ ધર્મ અપનાવી ચૂક્યો છે. એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં આરોપી અમૃતપાલ સિંહે કહ્યું હતું કે, “મને દુઃખ છે કે શીખો મને શીખ નથી માનતા. જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે લોકો કહે છે કે હું મુસ્લિમ છું.”

    નિહંગ બન્યા પછી, અમૃતપાલ સિંહે અકાલી શિરોમણી દળની ટિકિટ પર અમૃતસરથી 2022ની વિધાનસભા ચૂંટણી પણ લડી હતી. પરંતુ તેને ફક્ત 6,363 મત મળ્યા હતા અને તેની ડિપોઝિટ જપ્ત થઈ હતી.

    નોંધનીય છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કમલ કૌર ભાભીનો મૃતદેહ પંજાબના ભટિંડામાં એક કારમાંથી મળી આવ્યો હતો. તેમની હત્યામાં અમૃતપાલ સિંહ નિહંગને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતો. હાલ તે દેશ છોડીને યુએઈ ચાલ્યો ગયો છે.